નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓનો આંકડો 21 હજારને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના આંકડા મુજબ દેશમાં કોવિડ-19 સંક્રમણના કુલ 21,393 કેસ સામે આવ્યાં છે. આ સાથે જ મહામારીના કારણે અત્યાર સુધીમાં 681 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારીના મૌલાના સાદનું બચવું હવે મુશ્કેલ, બેન્ક ખાતાના સીક્રેટ 'આઉટ'


મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના અત્યાર સુધી કુલ 4258 દર્દીઓ સાજા થયા છે. કોરોના સંક્રમણના કારણે દેશભરમાં 681 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસના મામલે મહારાષ્ટ્ર ટોચ પર છે. જ્યાં સૌથી વધુ 5652 કેસ છે. જ્યારે 269 લોકોએ જીવ ગુમાવ્યાં છે. ગુજરાતમાં કુલ સંક્રમણના 2407 કેસ છે જેમાં 103 લોકોના મોત થયા છે. ત્રીજા સ્થાને 48 મૃત્યુ અને કુલ 2248 કેસ સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનો નંબર આવે છે. 


અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં 1890 કેસ, તામિલનાડુમાં 1629 કેસ, ઉત્તર પ્રદેશમાં 1449 અને મધ્ય પ્રદેશમાં કુલ 1592 સંક્રમણના કેસ સામે આવ્યાં છે. 


દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 26 લાખને પાર
દુનિયામાં કોરોનાના સંક્રમિતોની સંક્યા હવે વધીને 26,37,681 થઈ ગઈ છે. જ્યાીરે 1,84,220 લોકોએ કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે. આ દરમિયાન 7,17,759 લોકો સાજા થઈને ઘરે પાછા ફર્યા છે. 


સમગ્ર દુનિયામાં અમેરિકા, સ્પેન, ઈટાલી, ફ્રાન્સ, જર્મની અને યુકે સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશો છે. અમેરિકામાં તો સંક્રમિતો અને તેનાથી જીવ ગુમાવનારાઓની સંખ્યા નવા રેકોર્ડ બનાવે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube